ભરૂચ : માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વોર્ડ નં. 10ના કોર્પોરેટર વિરુદ્ધ કર્મચારી મંડળની પાલિકા પ્રમુખને રજૂઆત

Update: 2022-08-26 14:21 GMT

ભરૂચ શહેરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા આજરોજ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ફહીમ શેખ વિરુદ્ધ નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો ફહીમ શેખ કર્મચારીઓ અને સેનેટરી શાખાના અન્ય કર્મચારીઓ સાથે અપશબ્દ બોલી અવાર-નવાર હેરાનગતિ કરી કર્મચારીઓને માનસિક ત્રાસ આપી રહ્યા છે. વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ફહીમ શેખ દ્વારા કર્મચારીઓને કામ બાબતે અથવા તો બીજા કારણોસર જાહેરમાં અપશબ્દ બોલી અપમાનિત કરવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે તાત્કાલિક અસરથી કાઉન્સિલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા આવનારા સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Tags:    

Similar News