ભરૂચ: 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે

Update: 2022-09-14 12:04 GMT

ભરૂચ જીલ્લામાં ભાદરવા મહિનામાં ભપુર વરસાદ વરસી રહયો છે ત્યારે વિતેલા 24 ક્લાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જીલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 4 ઇંચ અને નેત્રંગ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો તો આ તરફ જંબુસરમાં પણ વરસેલ ભારે વરસાદના કારણે નીચાણ વાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના પગલે વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો  

Tags:    

Similar News