દાહોદમાં મોડી રાત્રીએ ધડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Update: 2019-04-16 06:23 GMT

હવામાન વિભાગે આપેલી આગાહીના કારણે દાહોદ શહેરમાં પણ મોડી રાત્રીએ તેજ હવાની સાથે ધડાકા ભડાકા કરતો ધોધમાર વરસાદ વરસયો હતો. એક કલાક સુધી વરસેલા વરસાદ વચ્ચે દાહોદ શહેર પણ અંધકારમય થવા પામયું હતું.

મધ્ય ગુજરાત વીજ કંપનીએ દાહોદ શહેરનો વીજ પુરવઠો પણ ખોરવી નાખયો હતો તેથી કોઈ મોટુ નુકશાન ના થવા પામે અને અડધા કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદે દાહોદ શહેરના લોકો માટે ઠંડક પણ કરી નાખી હતી. દાહોદના લોકો આગવી ગરમીથી શેકાઈ રહયા હતા. તેથી આજે મોડી રાત્રીએ વરસાદે મન મુકીને મેહુલીયો વરસાવતા દાહોદ વાસીઓની ગરમી પણ જતી રહેવા પામી હતી અને ઠંડક જ ઠંડક જોવા મળી હતી.

Tags:    

Similar News