કર્ણાટકમાં પહોંચ્યો સાઉથ આફ્રિકન વેરિઅંટવાળો કોરોના વાયરસ, એક દર્દી મળ્યો પૉઝિટીવ

Update: 2021-03-11 06:53 GMT

ભારતમાં એક તરફ બે વેક્સીનને મંજૂરી મળી ગઈ ત્યાં બીજી તરફ કોરોના વાયરસના દૈનિક કેસોમાં પણ ઘણો ઘટાડો થયો છે. જો કે આ દરમિયાન એક નવી મુસીબત જાણવા મળી. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ જોવા મળ્યા છે. આ વેરિઅંટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. સાથે જ કર્ણાટકમાં પણ આનો એક કેસ સામે આવ્યો છે.

કર્ણાટક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સાઉથ આફ્રિકન વેરિઅંટનો પહેલો કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત 10 માર્ચ સુધી યુકેથી પાછા આવેલ 64 લોકો કોરોના પૉઝિટીવ મળ્યા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલ 26 લોકોનો RT-PCR રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં યુકે વેરિઅંટના કેસોની સંખ્યા 29 થઈ ગઈ છે. વળી, જે સાઉથ આફ્રિકન વેરિઅંટનો દર્દી મળ્યો છે તેને આઈસોલેટ કરીને તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યુ કે રાજ્યમાં કુલ 760 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યા 7456 થઈ ગઈ છે. વળી, કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 9.56,801 છે જેમાંથી 12,379 દર્દીઓએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યા છે. નવો વેરિઅંટ કેટલો ખતરનાક? કોરોના વાયરસના કહેરથી જ્યારે દુનિયા હજુ નીકળી રહી હતી ત્યારે ડિસેમ્બર 2020માં આના સાઉથ આફ્રિકન વેરિઅંટ વિશે જાણવા મળ્યુ. કોરોનાનુ નવુ મ્યુટેશન વધુ ખતરનાક છે કારણકે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત જે વેરિઅંટ યુકેમાં મળ્યો છે તે પણ ઘણો વધુ સંક્રમક છે.

Tags:    

Similar News