પત્રકાર ચીરાગ પટેલની હત્યા મામલે એસ.ડી.એમને આવેદન આપ્યું

Update: 2019-03-22 10:21 GMT

ડભોઇ ના પત્રકારો દ્વારા ગુજરાત મા થતા પત્રકારો ઉપર હુમલા અને હત્યા બાબતે સરકાર દ્વારા અલગ કાયદો અને વ્યવસ્થામા જોગવાઇની માંગની તેમજ હાલમા જ અમદાવાદ ના ટી.વી.૯ ના પત્રકાર ચીરાગ પટેલની અજાણ્યા હુમલાખોરો દ્વારા થયેલી ઘાતકી હત્યા ને વાખોડી નાખતા ચીરાગ પટેલના હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગની સાથે નાયબ કલેક્ટર હિમાન્સુ પરીખ ને આવેદન પત્ર આપયુ હતુ.

ડભોઇ સમાજ ના ચોથી જાગીર ગણાતા પ્રજાના પ્રતીનીધીત્વ કરી રહેલા પત્રાકારો પર વારંવાર થતા હુમલા ખુબ જ નિંદનીય બાબત છે ના સુત્ર સાથે અને અમદાવાદ મા પાંચ દિવસ પુર્વે ટી.વી.૯ ના પત્રકાર ચીરાગ પટેલની અજાણ્યા સક્ષો દ્વારા ઘાતકી હત્યા કરી નાખવામા આવી તેને સમગ્ર પત્રકારો સખત શબ્દોમા વખોડી નાખતા ડભોઇના પત્રકાર પરિવાર દ્વારા તાલુકા સેવાસદન એકત્ર થઇ ચીરાગ પટેલ ની હત્યા કેશના હુમલાખોરો ને જલ્દી થી ઝડપી પાડી કાનુની કાર્યવાહી હાથ ધરે તેમજ પત્રકારો ઉપર થતા હુમલા બાબતે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા અલગ કાયદો અને વ્યવ્સ્થાની કોઇ જોગવાઇ કરે તે માટે ની માંગની સાથે નાયબ કલેક્ટર હિમાન્સુ પરીખ ને આવેદન પત્ર આપ્યુ હતુ.

Tags:    

Similar News