દમણ: દેવકા અને મરવડ બીચ પર હાથ ધરવામાં આવ્યું સફાઈ અભિયાન

Update: 2019-07-19 13:35 GMT

સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલભાઇ પટેલની ક્લીન દમણ ગ્રીન દમણની પહેલ અને પ્રદેશને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવાની જવાબદારી તમામ પ્રદેશવાસીઓની હોવાની પ્રતીતિ કરવા અને સમાજમાં દાખલો પ્રસ્થાપિત કરવાના હેતુસર છેલ્લા બે દિવસથી દમણમાં વિવિધ સરકારી વિભાગો સાથે મળીને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જેના અનુસંધાને સફાઈ અભિયાનના બીજા દિવસે દમણ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા દેવકા અને મરવડ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, સવારથી જ સફાઈના કામે લાગી ગયેલા ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓએ દેવકા બીચથી સફાઈની શરૂઆત કરીને મરવડ બીચ સુધીના દરિયા કિનારાને સુંદર અને સ્વચ્છ બનાવી દીધો હતો.આ પ્રસંગે સફાઈ અભિયાનમાં જોડાયેલા ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દરિયા કિનારાને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવી લોકોને સ્વચ્છતા જાળવી રાખવાની અપીલ કરી હતી.

નોંધનીય છે કે હાલમાં પડેલા ભારે વરસાદને પગલે દરિયામાં હાઈ ટાઈડથી મોટા પ્રમાણમાં કચરો ઘસડાઈને દરિયા કિનારે પથરાયો હતો , જેના કારણે મોટા પ્રમાણમાં કાંઠા વિસ્તારમાં અસ્વચ્છતા અને ગંદકી ફેલાઈ હતી, જેને ધ્યાનમાં લઈને દમણ પ્રશાસને સરાહનીય પહેલ હાથ ધરીને દરિયાઈ બીચોનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

Tags:    

Similar News