શ્રાવણી પુનમના પાવન અવસરે ભુદેવોએ બદલી જનોઇ, ઠેર ઠેર યોજાયાં કાર્યક્રમો

રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી

Update: 2021-08-22 10:50 GMT

રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી. વિવિધ સ્થળોએ આજના દિવસે યજ્ઞોપવિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં...

દર વર્ષે ભુદેવો રક્ષાબંધનના દિવસે નવી જનોઇ ધારણ કરતાં હોય છે. કોરોનાની મહામારી ઓછી થયા બાદ તહેવારોની રંગત પાછી ફરી છે ત્યારે રક્ષાબંધને ઠેર ઠેર યજ્ઞોપવિત કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જામનગરમાં કાશીવિશ્વનાથ રોડ પર આવેલ જામ રણજીતસિંહજી સંસ્કૃત પાઠશાળા ખાતે છેલ્લા 70 વર્ષ થી શ્રાવણ સુદ પુનમના દિવસે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળાના વર્તમાન તથા ભુતપુર્વ વિદ્યાર્થીઓએ ભેગા મળી આ પરંપરાને જાળવી રાખી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે આવેલી બહ્મસમાજની વાડીમાં કોરોના ગાઈડ લાઈના પાલન સાથે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભુદેવોએ મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી હતી.

Tags:    

Similar News