અમદાવાદ : PM મોદીની અધ્યક્ષતામાં યોજાશે સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક, તીર્થના વિકાસ અંગે કરાશે ચર્ચા

અમદાવાદ ખાતે આજરોજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની 121મી બેઠક મળવા જઈ રહી છે

Update: 2022-03-11 05:14 GMT

અમદાવાદ ખાતે આજરોજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની 121મી બેઠક મળવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત સોમનાથ ટ્રસ્ટી મંડળના વર્તમાન ટ્રસ્ટીઓ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થયા બાદ, ત્યારથી તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા પામી ન હતી. જેથી આજે અમદાવાદ ખાતે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ છે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની પણ શક્યતા રહેલી છે. આ સાથે જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે તેમ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, સોમનાથ મંદરિના ટ્રસ્ટી પી.કે.લહેરી, જે.ડી.પરમાર, હર્ષવર્ધન દિવેટિયા હાજર રહેશે.

Tags:    

Similar News