ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલ, હાઇકમાન્ડે સૌને ચોંકાવ્યાં

Update: 2020-07-20 13:16 GMT

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જીતુ વાઘાણીના સ્થાને નવસારીના સાંસદ સી.આર.પટેલની વરણી કરવામાં આવી છે. પાટીદાર કે ઉત્તર ગુજરાતમાંથી કોઇને પ્રમુખપદ મળે તેવી પ્રબળ સંભાવના વચ્ચે હાઇકમાન્ડે મુળ મહારાષ્ટ્રીયન એવા સી.આર. પાટીલ પર પસંદગીનો કળશ ઉતારી સૌને ચોંકાવી દીધાં છે.

રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ એકશન મોડમાં જણાય રહયાં છે. કોંગ્રેસે તાજેતરમાં જ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક કરી છે. હવે ભાજપેે પટેલની સામે પાટીલને ઉતારી વિધાનસભાની ચુંટણીના જંગને રસપ્રદ બનાવી દીધો છે. નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચુંટાય આવે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના મનાય છે. લોકસભાની ચુંટણી દરમિયાન તેમણે વારાસણી બેઠક પર  સારી કામગીરી કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમને સફળ બનાવવા પણ સી.આર.પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રદેશ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી સોરાષ્ટ્રનો દબદબો હતો પણ હવે હાઇકમાન્ડે દક્ષિણ ગુજરાતના નેતાની પસંદગી કરી સૌને ચોંકાવી દીધાં છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વરાયેલા અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યાં છે.

Tags:    

Similar News