ગીર સોમનાથ: ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશહાલી

Update: 2020-07-04 06:16 GMT

આજે વહેલી સવારથી ફરી એક વખત ગીર વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે.

ગીર સોમનાથના કોડીનારમાં ગઈકાલે 6 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રીથી ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારથી ફરી એક વખત ગીર વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે.

કાચું સોનુ વરસતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થયા છે કોડીનાર અને આસપાસના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ થતા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી તો ગીર સોમનાથના વેરાવળ તાલાલા કોડિનાર સુત્રાપાડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. આજ વહેલી સવારથી ફરી એક વખત ગીર વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બીજા દિવસે વરસાદે ફરી એન્ટ્રી કરી છે.

Similar News