ચૂંટણી ટાણેજ કોંગ્રેસનો વધુ એક કાંગરો ખર્યો, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

Update: 2022-11-09 07:35 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઓ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય ભગવાન બારડે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.


કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓ આજે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ગઈકાલે બાદલપરામાં ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ભગવાન બારડે યોજેલી બેઠકમાં ભાજપમાં જોડાવા અંગે ચર્ચા થઈ હતી.

કોણ છે ભગવાન બારડ..?

- ભગવાન બારડ સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાય છે.

- ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે.

- તેઓ તલાલાથી ચૂંટાઈને આવ્યા હતા.

- તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.

- સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.

Tags:    

Similar News