વડોદરા: દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ નિવેદન બદલ ચૂંટણી પંચ કરી શકે છે કાર્યવાહી

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

Update: 2022-11-18 13:26 GMT

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેમણે આપેલા એક નિવેદન બાબતે ચૂંટણી પંચે સ્થાનિક તંત્ર પાસે રિપોર્ટ મંગાવ્યો છે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી બાદ ચૂંટણી પ્રચાર દરમ્યાન તેઓએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓ કાર્યકરોનો કોલર પકડનારને ગોળી મારવાની વાત કહી રહ્યા હતા ત્યારે આવો સાંભળીએ મધુ શ્રીવાસ્તવનું નિવેદન આ નિવેદનની ચૂંટણી પંચ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને આ બાબતે રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે ત્યારે રિપોર્ટ બાદ મધુ શ્રીવાસ્તવ પર કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે.

Tags:    

Similar News