અમદાવાદ : કોવીડ વેકસીનેશનમાં ગુજરાત બીજા ક્રમે આવ્યું, પ્રથમ નંબર પર છે રાજસ્થાન

Update: 2021-03-10 10:28 GMT

કોરોના વેકસીનેશનનો ત્રીજો તબકકો ચાલી રહયો છે ત્યારે ગુજરાત રસીકરણના મામલે દેશમાં બીજા નંબરે આવ્યું છે.

કોરોનાની મહામારીની સામે દેશવ્યાપી વેકસીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત પણ આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે જાન્યુઆરીમાં વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી હતી. તબક્કાવાર વેક્સીન બાદ સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે તો રાજસ્થાન વેક્સિનેશનમાં પ્રથમ સ્થાને છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં અલગ અલગ શહેરોમાં અત્યાર સુધીમાં 19,38,244 લોકોએ કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, જેમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં થયું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,77,788 લોકોને રસી આપી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કુલ 54,007 લોકો અત્યાર સુધી રસી મુકાવી ચુકયાં છે.

સુરતની વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશનની હદમાં 1,12,102 અને સુરત જિલ્લામાં 38,971 લોકોનું વેક્સિનેશન થયું છે, જ્યારે દાહોદ જિલ્લો હજુ વેક્સિનેશનમાં ત્રીજા નંબરે યથાવત્ છે, દાહોદમાં કુલ 99,263 લોકોનું વેક્સિનેશન થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં વેક્સિનનો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા ર3 લાખ 60 હજાર સુધી પહોંચી છે, જ્યારે 45થી 60 વર્ષના વય જૂથમાં કુલ 7,14,712 લોકોનું વેક્સિનેશન કરાયું છે.

Tags:    

Similar News