કચ્છ: પોલીસ દ્વારા વિરાંગના સ્ક્વોડની કરાય રચના, જુઓ શું છે વિશેષ કામગીરી

કચ્છ પોલીસનો નવતર અભિગમ, પોલીસ દ્વારા વિરાંગના સ્ક્વોડની કરાય રચના.

Update: 2021-06-15 08:48 GMT

ગુજરાત પોલીસ સદાય પ્રજાની પડખે છે,સરહદી જિલ્લા કચ્છમાં પણ પ્રજાનો પોલીસ પ્રત્યે અતૂટ વિશ્વાસ છે આ વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા ભુજ શહેરમાં ખાસ વિરાંગના સ્પેશ્યલ સ્કવોર્ડ શરૂ કરવામાં આવી છે આ સ્કવોર્ડની કામગીરીને પોલીસવડા સૌરભસિંઘે બિરદાવી છે જિલ્લાના અન્ય શહેરોમાં પણ આવી સ્કવોર્ડ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ ભુજ શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની વીરાંગના સ્કવોર્ડની રચના કરવામાં આવી હતી. આ સ્કવોર્ડમાં 8 મહિલા પોલીસ કર્મચારીઓને ડ્યુટી સોંપાઈ છે તેઓ દ્વારા ભુજ સીટી તેમજ માધાપર અને મિરજાપર વિસ્તારમાં રાઉન્ડ ધી કલોક પેટ્રોલીગ કરવામાં આવે છે આ માટે બે બુલેટ અને અન્ય બે બાઇક મળી 4 ટુ વહીલરની ફાળવણી કરાઈ છે.

ખાસ તો વિરાગના સ્કવોર્ડનું મેઈન કામ મહિલાઓની સલામતિનું છે.બાગ-બગીચા,વોક વે,જાહેર સ્થળો, બજાર વિસ્તારો તેમજ જે સ્થળોએ મહિલાઓની અવરજવર વધુ છે ત્યાં પેટ્રોલીગ કરવામાં આવે છે ઉપરાંત સિનિયર સિટીઝન જોડે વાર્તાલાપ કરી તેઓની મુશ્કેલી જાણી મદદ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ગુનેગારોને સાચો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે તથા જરૂરિયાતમંદોને ઉપયોગી થઇ મદદ પણ કરવામાં આવી રહી છે.

જેમણે આ સ્કવોર્ડની રચના કરી છે તેવા પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ સ્કવોર્ડની કામગીરીથી ઘણા ખુશ થયા છે જે હેતુ માટે સ્કવોર્ડની રચના થઈ હતી તે હેતુ સાર્થક થઈ રહ્યો છે એસપી સૌરભસિંઘે જણાવ્યું કે આ વિરાગના સ્કવોર્ડને બે મહિના થયા છે આ ટીમ દ્વારા મહિલા સલામતી,સિનિયર સિટીઝનને મદદ તેમજ લોકજાગૃતિ અને પેટ્રોલીગની કામગીરી તો કરવામાં આવે જ છે સાથે અન્ય ઉમદા કામગીરીઓ પણ કરી છે.

Tags:    

Similar News