અમદાવાદ : ઘરમાં દારૂ પીવા અંગેની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, સરકારે કહયું આવી છુટ ન આપી શકાય

અરજદારે ઘરમાં બેસી દારૂ પીવાની છુટ આપવા કરી છે માંગણી, પ્રાઇવસી હેઠળ ઘરમાં બેસી દારૂ પીવા દેવાય તે માટે કરી છે અરજી.

Update: 2021-06-23 10:54 GMT

મહાત્મા ગાંધીજીની જન્મભુમિ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે રાજયમાં ઘરની ચાર દિવાલોની વચ્ચે બેસી દારૂ પીવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીના સંદર્ભમાં બુધવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલો કરી હતી.

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની વાતથી કોઇ અજાણ નથી. દારૂબંધીના કાયદાને રદ કરવામાં આવે તેવી અનેક વખત માંગ ઉઠી છે. દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં રાઇટ ટુ પ્રાયવસીના કાયદા હેઠળ ઘરની ચાર દિવાલોની અંદર બેસીને દારૂ પીવાની છુટ આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીના સંદર્ભમાં બુધવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં ગુજરાત સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહયાં હતાં. તેમણે પોતાની દલીલમાં કહયું હતું કે, ઘરમાં માંસાહારની સરખામણી દારૂ સાથે ન થઇ શકે, કાલ ઉઠીને કોઇ પણ હું તો ચાર દિવાલોની વચ્ચે નશીલા પદાર્થો લઇએ છે તેવો તર્ક રજુ કરશે.

રાઇટ ટુ પ્રાયવસી હેઠળ ઘરમાં દારૂ પીવાની છુટ ન આપી શકાય. પ્રાઇવસીના અધિકાર હેઠળ ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માગણી કરતી પિટિશનોની ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક વાંધો દર્શાવી રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૪૯માંજ ગુજરાતના દારૃબંધીના કાયદાની જોગાઇઓને બહાલી આપી હતી. તેથી હાઇકોર્ટ આ પિટિશનો સાંભળી શકે નહીં અને આ પિટિશનો પણ ટકવાપાત્ર નથી.અરજદારે ઘરમાં બેસી દારૂ પીવાની છુટ આપવા કરી છે માંગણી

પ્રાઇવસી હેઠળ ઘરમાં બેસી દારૂ પીવા દેવાય તે માટે કરી છે અરજી

Tags:    

Similar News