અમરેલી : ચણાના વાવેતરમાં આવ્યો સુકારા નામનો રોગ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો..

જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Update: 2022-02-04 12:56 GMT

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ધારી પંથકમાં કમોસમી વરસાદ પડ્યા બાદ રવિ પાકમાં નુકશાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા, ત્યારે હવે ફરી એકવાર ખેડૂતો માટે પડતાં પર પાટા જેવો હાલ થયો છે. ચલાલા નજીક આવેલા મીઠાપુર ગામે વાવેતર કરવામાં આવેલા ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શિયાળું વાવેતરમાં ઘઉં, ચણા અને જીરું સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, ત્યારે માઠી દશા થઈ હોવાનો ખેડૂતો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

Tags:    

Similar News