અમરેલી : છત્તીસગઢની યુવતી ગુમાવી ચુકી હતી યાદદાસ્ત, ચાર વર્ષે પિતા સાથે મિલન

સાવરકુંડલામાં આવેલા પાગલ આશ્રમનું અનોખું સેવાકાર્ય, છત્તીસગઢની યુવતીને રાજુલા પોલીસે આશ્રમને સોંપી હતી.

Update: 2021-06-26 10:52 GMT

તમે ઘણી વખત માનસિક અસ્થિર યુવતીઓ સાથે છેડતી કે દુષ્કર્મના બનાવો વિશે સાંભળ્યું હશે પણ આજે તમને એક એવા કિસ્સા વિશે જણાવીશું જે જવલ્લે જ જોવા મળતો હોય છે. સાવરકુંડલાના પાગલ આશ્રમમાં રહેતી યુવતીની ચાર વર્ષ બાદ યાદદાસ્ત પરત આવતાં પરિવાર સાથે મિલન કરાવાયું છે.

સાવરકુંડલા થી 7 કિલોમીટરના અંતરે આવેલ માનવ મંદિર પાગલ આશ્રમમાં રખડતા ભટકતી નિરાધાર મહિલાઓનો ઉછેર કરવામાં આવે છે. આજથી આજથી ચારેક વર્ષ પહેલા રાજુલા પોલીસ એક હીન્દી ભાષી અને અસ્થિર યુવતીને આશ્રમમાં મુકી ગઇ હતી. આ આશ્રમની વાત કરવામાં આવે તો હાલ આશ્રમમાં 58 જેટલી મહિલાઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજુલા પોલીસે આશ્રમને સોંપેલી યુવતી સારવાર ધીમે ધીમે તેની યાદદાસ્ત પરત મેળવવા લાગી હતી. એક દિવસ આખરે તેણે પોતાનું નામ અને સરનામુ આપ્યું હતું.

ભક્તિ બાપુના જણાવ્યા મુજબ દીકરીના માવતરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. છત્તીસગઢ રાજ્યમાંથી એક ગામડામાં રહેતા ગરીબ પરિવારના તેમના માવતર સાથે વાતચીત પણ કરી વોટ્સએપ અને વિડીયો કોલના માધ્યમથી તેમના માવતર અને દીકરીની પણ વાતચીત કરાવી અને સાવરકુંડલા આવીને તેમની આ દીકરીને તેડી જવા જણાવ્યું હતું. દિકરીના પિતા અને ભાઈ છત્તીસગઢથી સાવરકુંડલા આવી પહોંચ્યાં હતાં.

ચાર વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઇને જ ભેટી પડયાં હતાં. તેમણે રાજુલા પોલીસનો અને આ દીકરીને પાગલમાંથી સાજી કરનાર સાધુ સંતોનો આભાર માન્યો હતો. છત્તીસગઢથી આવેલો પરિવાર સાવરકુંડલાનું આ રમણીય માનવમંદિર પરિસર જોઈને ગદગદિત થઈ ગયા ત્યારે સાજી થયેલી સુનિતા આશ્રમમાં રહેતી તમામ મનોરોગી બહેનપણીઓને અંતિમ વાર મળી હતી. અને સૌની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલા થી છતીસગઢની સફર માટે રવાના થઇ હતી.

Tags:    

Similar News