ભરૂચ: ઝંગાર નજીક દમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, એકને ગંભીર ઇજાઓ પહોંચી

Update: 2022-04-23 04:25 GMT

મળતી માહિતી અનુસાર ભરૂચ જંગાર નજીક ને.હા.48 ઉપર દમ્ફર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની એક્સેલ તૂટી જતાં રોડની બાજુમાં ઉભી હતી.જે ડમ્પર પાછળ ટ્રક ધડાકા ભેર અથડાતાં ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર ડ્રાઈવરને ભારે ઈજાઓ પહોંચી હતી. જેને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાંજ નબીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથે લોકટોળાં પણ વિખેર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે નબીપુર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી હાઇવે ઉપર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ લાઈટો બંધ હાલતમાં રહશે તો વધુ અકસ્માતો નો પણ ભય સતાવી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને સ્ટ્રીટ લાઈટનું કામ ક્યારે કરાવે છે.

Tags:    

Similar News