ભરૂચ : ભારે વરસાદના કારણે નેત્રંગનો જવાહર બજાર વિસ્તાર ખાડામાં ગરકાવ, વાહનચાલકોને ભારે હાલાકી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ સહિત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે જવાહર બજાર ખાડામાં ગરકાવ થતાં વાહનચાલકોની હાલત ફકોડી બની છે.

Update: 2022-07-24 16:11 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ સહિત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે જવાહર બજાર ખાડામાં ગરકાવ થતાં વાહનચાલકોની હાલત ફકોડી બની છે.

ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથકમાં નેત્રંગ તાલુકાની ગણના થાય છે. નેત્રંગ સહિત આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતાં રહીશો મોટી સંખ્યામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના જવાહર બજારમાં આવતા હોય છે. અહી દર મંગળવારે હાટ બજાર ભરાતો હોવાથી લોકોનો ભારે ઘસારો રહે છે. તો બીજી તરફ, ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ નેત્રંગ ટાઉનના ગાંધી બજારથી જવાહર બજાર અને ચાર રસ્તાને જોડતા મુખ્ય માર્ગનું ધોવાણ થતાં રસ્તાના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. વાહન ચાલકોની મામુલી ગફલતથી હાડકા ભંગાય તેવો ઘાટ ઘડાયો છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નેત્રંગના મેઇન બજારના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News