ભાવનગર : દેશભરના બોગસ બિલિંગ પકડવાનો અંતિમ છેડો ભાવનગર જિલ્લો, જાણો શું છે સમગ્ર મામલો

છેલ્લા એક વર્ષમાં ૧૪,૦૦૦ કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું જેમાં 13 થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે

Update: 2022-03-11 10:51 GMT

ભાવનગરમાંથી છેલ્લા એક વર્ષમાં ૧૪,૦૦૦ કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું જેમાં 13 થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે, બોગસ બિલિંગમાં ભાવનગર એ.પી સેન્ટર બની ગયું છે દેશમાં ગમે ત્યાં બોગસ બિલિંગ પકડાય તેનો અંતિમ છેડો ભાવનગર આવે છે.

ભાવનગરમાં બોગસ બિલિંગના હજારો કરોડના કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે જીએસટીના જોઇન્ટ કમિશનર એમ.એ કાવટકરે જણાવ્યું કે તપાસ કરતા બદ ઈરાદાઓ સાથે જીએસટી નંબર લેવામાં આવ્યો હોય એવા એક વર્ષમાં 1000 હજાર કરતાં વધુ જીએસટી નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે, છેલ્લા એક વર્ષમાં 14000 કરોડ કરતાં પણ વધુનું બોગસ બિલિંગ ભાવનગર થી ઝડપી લેવામાં આવ્યું છે જેમાં 13 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને હજુ તપાસ શરૂ છે, અગાઉ 32 જેટલા અધિકારી અને કર્મચારીની બદલી કરવામાં આવી હતી, ત્યારે તેમને પુછવામાં આવતા પ્રશ્ન સામે કમિશનર ગોળ ગોળ જવાબ આપીને છટકી રહ્યા હતા, જેથી જીએસટી દ્વારા બોગસ બિલિંગમાં હજારો કરોડના મોટા-મોટા આંકડા બતાવવામાં આવે છે પરંતુ વસૂલાતમાં મામલે શૂન્ય જણાઈ રહ્યું છે.

Tags:    

Similar News