ભાવનગર : સૌની યોજનાથી ભરાનાર બોરતળાવની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.

Update: 2021-08-06 13:02 GMT

રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે 'યુવા શક્તિ દિન'ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.


ભાવનગરમાં આવેલાં બોરતળાવને આવતીકાલે શનિવારના રોજ સૌની યોજનાથી પાણીથી ભરવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય, વધુને વધુ મૂડીરોકાણ આવે અને ઉદ્યોગોનો વિકાસ થાય, રોજગારી ઉભી થાય તે માટેના વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યાં છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજય સરકારમાં મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સ્થાનિક નેતાઓની સક્રિય કામગીરીના કારણે નર્મદાના નીર ભાવનગરની ધરાને પવિત્ર કરવાં માટે આવતીકાલે બોર તળાવમાં આવી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે, કૃષિ સંસ્કૃતિમાં જળ એ જીવન છે. માનવમાત્રનું જીવન પાણીના સ્ત્રોતોની આસપાસ વિકસ્યું છે. પાણીથી માનવજીવન સાથે પશુપંખીઓનું સહ -અસ્તિત્વ પણ જોડાયેલું છે.

મંત્રીએ આ અવસરે થાપનાથ મહાદેવની પૂજા કરી હતી. તેમજ બોર તળાવ પર જઇને આવનાર પાણીની તથા નિકાલ સહિતની વ્યવસ્થાઓની વિગતો ઉપસ્થિત સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.

Tags:    

Similar News