ભાવનગર: તહેવારોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ થયું સતર્ક; દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લીધા

Update: 2021-10-14 07:45 GMT

તહેવારોને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જે નમુના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે.

દશેરા તેમજ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને લોકો મીઠાઈ તેમજ નમકીન ખરીદતા હોય છે . ત્યારે તહેવારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ વધે છે, તહેવારો નિમિત્તે ગ્રાહકોની વધતી જતી ખરીદીનો લાભ ઉઠાવવા ભેળસેળિયા તત્વો ફાયદો ઉઠાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા જ હોય છે જેથી ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સંત કવરરામ ચોક, માધવ દર્શન, નવાપરા, શિવાજી સર્કલ તેમજ ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્ત્વોને ઝડપવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી 37 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં મીઠાઈના 16 નમુના તથા ફરસાણના 21 નમૂના લેવામાં આવ્યા હતા, જે નમુના વડોદરા સરકારી લેબ ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. જોકે, હજુ પણ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags:    

Similar News