ભાવનગર : શિહોરના ટાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું...

કોરોના જેવી મહામારી સામે જીતવાં માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર છે.

Update: 2022-03-17 03:57 GMT

કોરોના જેવી મહામારી સામે જીતવાં માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર છે. કેન્દ્ર સરકારના પ્રયત્નોથી અને રાજ્ય સરકારના સહકાર સાથે અગાઉ પણ કોરોના વિરોધી રસીના અભિયાન ચલાવી સમાજના મોટાભાગના લોકોને કોરોના સામે સંરક્ષિત કરવામાં આવ્યાં છે.

જોકે, હવે ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોર્બોવેક્સની રસીથી સંરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભાવનગરના જિલ્લા વહીવટી તંત્ર અને આરગ્ય તંત્રએ તેમાં સક્રિય રહીને કામગીરી બજાવી છે. જેમાં ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને રસી આપવામાં લીડ લેતાં હોય તેમ ભાવનગરની ટાણા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ શાળાના રસી લેવાની પાત્રતા ધરાવતાં ૧૦૦માંથી ૯૮ વિદ્યાર્થીઓએ રસી લઇને સમાજ સામે અનોખું ઉદાહરણ પૂરું પાડીને એક અનોખી સિધ્ધિ મેળવી છે.

Tags:    

Similar News