છોટાઉદેપુર: ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, ભૂમિપુત્રો ચિંતાતુર

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, ખેતરોમાં પાણી ભરાય ગયા

Update: 2021-09-24 09:01 GMT

જગતનો તાત જે વરસાદી પાણીની રાહ જોતો હતો તે વરસાદ તો વરસ્યો પણ તેના માટે મુસીબત લાવસે તે ખબર ન હતી.બે દિવસ પૂર્વે જે બોડેલી તાલુકામાં ભારે વરસાદ થયો તેને લઈ બોડેલી તાલુકાના ખેડૂતોના ખેતરો પાણી પાણી થઈ ગયા.જે મોલ ઊભો થયો હતો તે હવે જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતમાં નિરસા જોવાઈ રહી છે ખેતરોમાં લહેરાઈ રહેલા પાકને જોતા ખેડૂતોમાં એક આશા બંધાઈ હતી કે જે બે વર્ષથી ખેડૂતોએ દેવા કર્યા, બેન્કો પાસેથી લોન લીધી તેની ભરપાઈ કરી દેશે પણ તેમની એ આશા ઠગારી નીવડી હોવાનો અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે.દેવદાર બનેલા ખેડૂતોનું કહેવું છે કે લેણદારોથી તેમણે હવે મોઢું સંતાડવાનો વારો આવ્યો છે. અગાઉ પણ જે કુદરતી આફત આવી હતી તેમાં સરકાર તરફથી કોઈ વળતળ નથી મળ્યું જ્યારે આ વખતે સરકાર તેમણે મદદ કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. 

Tags:    

Similar News