દાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ...

જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે.

Update: 2022-02-17 12:35 GMT

દાહોદ જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે. નિષ્ઠુર જનેતા માત્ર 2 દિવસની જન્મેલી બાળકીને નદીના બ્રીજ નીચે મૂકીને ફરાર થઈ હતી, ત્યારે પોલીસે બાળકીનો કબ્જો મેળવી તેની માતાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, દાહોદના છેવાડે આવેલા દૂધીમતી નદીના રળીયાતી બ્રીજ નજીક પોતાના પાપની કાળી કરતૂત છુપાવવા માટે નિષ્ઠુર માતા 2 દિવસની તાજી જન્મેલી નવજાત બાળકીને તરછોડી ફરાર થઈ ગઈ હતી, જ્યારે સવારના સમયે ત્યાંના સ્થાનિકોની નજર બાળકી પર પડતા પોલીસને અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને જાણ કરાય હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા બાળ સુરક્ષા એકની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીને શરીરે સામન્ય ઇજાઓ પહોચતા તેને જિલ્લા બાળ સુરક્ષા એકની ટીમે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી, ત્યારે હાલ તો પોતાનું પાપ છુપાવવા માટે નિષ્ઠુર બનેલી અજાણી માતાને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News