દાહોદ: દુષ્કર્મના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે વ્હોરા સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

દાહોદમાં મસ્જિદમાં સેવાનું કામ કરતા ગરીબ પરિવારની મૂકબધીર યુવતી કે જન્મ જાત બોલી અને સાંભળી શકતી નથી તેવી યુવતીને તરવાડીયા ગામના નરાધમે નિર્જન વિસ્તારમાં લઇ જઈ

Update: 2022-09-17 12:13 GMT

દાહોદમાં મસ્જિદમાં સેવાનું કામ કરતા ગરીબ પરિવારની મૂકબધીર યુવતી કે જન્મ જાત બોલી અને સાંભળી શકતી નથી તેવી યુવતીને તરવાડીયા ગામના નરાધમે નિર્જન વિસ્તારમાં લઇ જઈ દુષ્કર્મ ગુજારતા દાહોદ શહેરના વ્હોરા સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

દાહોદમાં વ્હોરા સમાજની મસ્જિદમાં કામ કરતા ગરીબ પરિવારની મૂકબધીર 19 વર્ષીય યુવતીને તરવાડીયા ગામના વાસનાના ભૂખ્યા નરાધમે અપહરણ કરીને લઈ જતા રળીયાતી મુકામે આવેલા એક મકાનમાં લઈ જઈ પાસવી બળાત્કાર ગુજાર્યો હતો.જોકે સક્રિયતા દાખવી તાબડતોડ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.જોકે છેલ્લા બે માસ દરમિયાન વોરા સમાજના લોકો જોડે બે ત્રણ બનાવો બનતા તેમજ ગઈકાલે યુવતી જોડે દુષ્કર્મ બાદવ્હોરા સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડતા રોષની લાગણી ફેલાઈ હતી.અને તેના પરિણામ સ્વરૂપે દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત વ્હોરા સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સવારે 10:00 વાગ્યાના સુમારે હુસેની મસ્જિદ ખાતે ભેગા થયા હતા. અને ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ વડાની કચીરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરોપીઓ સામે કડક પગલાં ભરવા સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Tags:    

Similar News