ડાંગ : વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલમાં દર્દીઓ માટે દાંત રોગ નિદાન કેમ્પ યોજાયો...
કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા દાંત રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૪ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો હતો.
ગત તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૨ના દિને, કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા દાંત રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૪ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર લાભ લેનારા કુલ ૭૪ દર્દીઓ પૈકી ૧ પેસેન્ટનું ક્લિનિંગ, ૪ દર્દીઓનાં દાંતમાં સિમેન્ટ પુરવા સાથે, ૧ દર્દીનો દાંત કાઢવામાં આવ્યો હતો, જ્યારે જરૂરિયાત વાળા બાકી દર્દીઓને તારીખ વાઇસ અપોઇન્ટમેન્ટ આપવામા આવી હતી. જેમને મફત નિદાન, અને સારવાર કરી આપવા સાથે, વનબંધુ હોસ્પિટલમા હવેથી દરરોજ દાંત રીગની સારવાર ઉપલબ્ધ કરાવવાનું પણ આયોજન કરાયુ છે.