ગીર સોમનાથ : માર્કેટ યાર્ડમાં અનાજ વેચાણ કરનાર ખેડૂતો માટે ખાસ સુવિધા શરૂ કરાઇ, આવો જોઈએ શું છે ખાસ સુવિધા...?

માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે

Update: 2022-03-05 05:07 GMT

ગીર સોમનાથના વેરાવળના માર્કેટિંગ યાર્ડમાં અન્ન દાતાર ખેડૂતો કે જેઓ સવારથી લઈને રાત સુધી પોતાનો પેટનો ખાડો પૂરવા પાક લઈને આવે છે તેઓ માટે ભોજનલાય શરૂ કરાયું...

સમગ્ર રાજ્યમાં અનેક માર્કેટિંગ યાર્ડ અસ્તિત્વ ધરાવે છે ત્યારે સામાન્ય રીતે ખેડૂતો પોતાનો પાક લઈ અને સવારથી રાત સુધી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન માત્ર ૯૦ રૂપિયા જેવા નજીવા દરે આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ વખત આ રીતે ભોજનાલયનું નિર્માણ કરાયું છે.

જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલ અને યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે સહકાર ભોજનાલયનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભોજનાલયમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શ્રમિકો વેપારીઓ અને સોમનાથ આવતા ભાવિકો પણ સહકાર ભોજનાલયમાં રાહત દરનું ભોજન માણી શકશે .

Tags:    

Similar News