જીટીયુ યુનિવર્સિટીની જોરદાર સ્કીમ, ફુલ ટાઇમ PhD કરો અને મહિને આટલા રૂપિયા લઈ જાઓ

આપ એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે ફાર્મસી જેવા કોઈ વિષય પર શોધ સંશોધન કરી ડૉક્ટરેટ કરવા માંગો છો તો આ ન્યૂઝ તમારા માટે છે.

Update: 2022-02-23 07:37 GMT

આપ એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે ફાર્મસી જેવા કોઈ વિષય પર શોધ સંશોધન કરી ડૉક્ટરેટ કરવા માંગો છો તો આ ન્યૂઝ તમારા માટે છે. આ ન્યૂઝ તમારા માટે એટલે અગત્યના છે કે, જો આ વિષયમાં તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં ફૂલ ટાઈમ પીએચડી કરો છો તો તમને દર મહિને મળશે 25 હજાર રૂપિયા. જી હા સામાન્ય રીતે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ કોર્ષ કરવો હોય તો ફી ચૂકવવી પડે છે. પણ GTUએ શોધ અને સંશોધનમાં એક્યુરસી વધે તે માટે પીએચડી કરનાર દર મહિને 25 હજાર રૂપિયા GTU આપશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જોરદાર સ્કીમ અમલમાં મૂકી છે. GTU માં ફુલટાઇમ phd કરોને દર મહિને 25 હજાર લઈ જાઓ. સામાન્ય રીતે પીએચડી કે કોઈપણ કોર્ષ માટે શૈક્ષણિક સંસ્થામાં ફી ચૂકવવી પડતી હોય છે. પણ GTUએ શોધ અને સંશોધનને વેગ મળે તે માટે નવી પોલીસી જાહેર કરી છે. આમ તો GTUમાં PHD કરવા માટે એક સેમિસ્ટરના 12,500 ફી છે અને વર્ષે 25 હજાર ફી પેટે થાય છે. પણ જે કોઈ વિધાર્થી GTU માં ફુલટાઇમ PHD કરે છે તો GTU દર મહિને ફેલોશીપ પેટે 25 હજાર ચૂકવશે.આ અંગે GTU તરફથી કહેવામાં આવ્યું છે કે GTU સંશોધનની ગુણવત્તા વધે, શિક્ષકોની ગુણવત્તા વધે અને ઓવરઓલ ક્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ થાય તે પ્રકારના પ્રયાસ સતત કરતું રહે છે. IQSC દ્વારા અમે અનેક પ્રકારની સ્કીમ જાહેર કરી છે. જે અમલમાં આવી રહી છે. તેમની જ એક સ્કીમ છે ફુલ ટાઇમ Phd માટેની. સરકાર શોધ સ્કીમ હેઠળ ફુલટાઇમ PHD કરતું હોય તો 15 હજાર રૂપિયા આપે છે. GTUએ પણ જાહેર કર્યું છે કે GTU ના ડિપાર્ટમેન્ટમાં કે સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી ફુલ ટાઇમ phd કરે છે તો તેને GTU દ્વારા 25 હજાર આપવામાં આવશે. એટલે જો શોધ દ્વારા 15 હજાર મળશે તો વધારાના 10 હજાર GTU આપશે.

Tags:    

Similar News