ગુજરાત સરકાર લાવશે "નવો કાયદો" : રખડતાં ઢોરની સમસ્યા નિવારવા પશુપાલકોએ લાઇસન્સ લેવું પડશે...

ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે,

Update: 2021-12-29 10:20 GMT

ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે હવે શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકોને લાઇસન્સ અપાશે, સાથે જ લાઇસન્સ નહીં હોય તેવા પશુમાલિકોના પશુઓને પણ જપ્ત કરવા સહિતનો રાજ્ય સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે.

રાજ્યભરમાં રસ્તે રખડતાં ઢોરના કારણે સર્જાતા અકસ્માતથી સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે નવો કાયદો લાવવા જઈ રહી છે. જે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાઇસન્સ અપાશે અને લાઇસન્સ નહીં હોય તેવા માલિકોના પશુઓને જપ્ત પણ કરવામાં આવશે. હાલની જોગવાઈ મુજબ મહાનગરોમાં ઢોર રાખી શકાતાં નથી, પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાઓ દ્વારા તેના ચુસ્ત અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે. જેથી શહેરી વિસ્તારોમાં ઢોરનો પ્રશ્ન આયોજનબદ્ધ રીતે ઉકેલાય અને પશુપાલકોને શહેરની બહાર પણ ખસેડવા ન પડે તે પ્રકારનું આયોજન વિચારાય રહ્યું છે. જોકે, શરતોના ભંગ બદલ કાયદામાં સજાની જોગવાય અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

Tags:    

Similar News