એક જ દિવસમાં સૌથી વધુ લોકોને રસી આપવામાં ગુજરાત ટોપ પર, શુક્રવારે 5.93 લાખનું રસીકરણ

રાજ્યમાં સતત બીજા દિવસે પાંચ લાખ 80 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. શુક્રવારના દિવસે રાજ્યભરમાં પાંચ લાખ 93 હજાર 263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી.

Update: 2021-08-07 04:15 GMT

રાજ્યમાં સતત બીજા દિવસે પાંચ લાખ 80 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. શુક્રવારના દિવસે રાજ્યભરમાં પાંચ લાખ 93 હજાર 263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી.રાજ્યમાં સતત બીજા દિવસે પાંચ લાખ 80 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. શુક્રવારના દિવસે રાજ્યભરમાં પાંચ લાખ 93 હજાર 263 લોકોને કોરોનાની રસી આપવામાં આવી.તો ગુરૂવારે રાજ્યમાં પાંચ લાખ 81 હજારથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ત્રણ કરોડ 55 લાખથી વધુ થઈ ગયો છે.

શુક્રવારે સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે. રાજ્યમાં શુક્રવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 48 હજાર 867, સુરત શહેરમાં 44 હજાર 48, બનાસકાંઠમાં 39 હજાર 339, સાબરકાંઠામાં 26 હજાર 937 અને દાહોદમાં 19 હજાર 793 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી. ડાંગમાં સૌથી ઓછુ 581, જૂનાગઢ શહેરમાં બે હજાર 613 અને ગાંધીનગર શહેરમાં ત્રણ હજાર 855 નાગરિકોને કોરોનાની રસી અપાઈ.

એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. તો પાંચ લાખ 11 હજારના આંકડા સાથે આંધ્રપ્રદેશ બીજા, ત્રણ લાખ 73 હજારના આંકડા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.

Tags:    

Similar News