જામનગર : બાળકોમાં વિજ્ઞાન-ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી પ્રા.શાળાઓમાં વિજ્ઞાન મેળો યોજાયો...

બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-12-09 10:18 GMT

બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સી.આર.સી. દ્વારા કુલ 8 અલગ અલગ જગ્યાઓ પર સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન અને ગણિત વિષય પર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં કુલ 8 સી.આર.સી. કો-ઓર્ડિનેટર હોય છે, અને 8 વિભાગમાં શિક્ષણ કાર્ય અલગ અલગ રીતે વહેંચાયેલું હોય છે, ત્યારે આઠેય વિભાગમાં સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની પ્રાથમિક શાળા નંબર 10માં આ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. વિજ્ઞાન મેળામાં 12 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી. બાળકોમાં નાનપણથી જ વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કક્ષાએ વિજેતા થનાર બાળ વૈજ્ઞાનિકની ક્રુતિ શહેર કક્ષાના આયોજનમાં રજૂ કરવામાં આવશે.

Tags:    

Similar News