જામનગર : ભગવાન પ્રત્યે ભક્તોએ રજૂ કર્યો પોતાનો ભાવ, ભગવાનને પહેરાવ્યા ગરમ વાઘા...

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે

Update: 2021-12-18 06:04 GMT

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે, ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ગરમ વાઘા પહેરાવી ભક્તોએ ભગવાન પ્રત્યે પોતાનો ભાવ રજૂ કર્યો હતો.

શિયાળાની હાડ થીજાવતી ઠંડીની જામનગરમાં પણ શરૂઆત થઈ છે. જોકે, લોકો ઠંડીથી બચવા અનેક પ્રકારના પ્રયાસો કરતાં હોય છે, ત્યારે જામનગર શહેરના બેડી ગેટ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ગરમ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન પ્રત્યે અનોખો ભાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભગવાનને ગરમ વાઘા પહેરાવી પોતાની શ્રધ્ધા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે ગરમ વાઘામાં ભગવાનને જોઈ સૌભક્તો ભાવવિભોર થયા હતા.

Tags:    

Similar News