જામનગર : 'ગુજસીટોક' પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું, કરોડોની મિલકત જપ્ત કરાઇ

જામનગરની જયંત કો-ઓપરેટીવ સોસાયટીમાં યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના પ્લોટને જપ્ત કરવાની પોલીસે કાર્યવાહી કરી છે.

Update: 2022-04-29 11:41 GMT

જામનગરનું 'ગુજસીટોક' પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે શુક્રવારના રોજ જામનગર પોલીસ અચાનક હરકતમાં આવીને ગુજસીટોકના આરોપીઓની કરોડોની મિલકત જપ્ત કરવામાં આવી છે. જામનગરની જયંત કો-ઓપરેટીવ સોસાયટીમાં યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના પ્લોટને જપ્ત કરવાની પોલીસે કાર્યવાહી કરી છે.

અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો પર લગામ કસવા માટે ગુજરાત સરકારે જામનગર પોલીસને ખુલ્લી છુટ આપીને તત્કાલિક જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની આગેવાની હેઠળ એક ઓપરેશન શરૂ કરાયું હતું, જે ઓપરેશનમાં જામનગર પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જયેશ પટેલના અનેક સાગરીતોને ઝડપી લઇ તેમને 'ગુજસીટોક' હેઠળ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા અને હજુ પણ જેલમાં જ છે.

આ પ્રકરણમાં જયેશ પટેલની અનેક મિલકત પોલીસ દ્વારા ટાંચ લેવામાં આવી હતી.ત્યારે આજે શુક્રવાર તા.29-4-2022 ના રોજ ફરી જામનગર પોલીસ દ્વારા આ જ ગુજસીટોક પ્રકરણના બે આરોપી યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાની મીલકત ઇ.નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા (શહેર વિભાગ)ની રાહબરી હેઠળ જપ્ત કરવામાં આવી છે.ઉપરોક્ત જપ્ત કરાયેલ મિલકત જામનગર શહેર મેડીકલ કેમ્પસ પાછળ આવેલ બિનખેતી વાળી જગ્યા ગુજરાત સરકારે 'ગુજસીટોક' પ્રકરણ હેઠળ સીટી-એ ડિવિઝનમાં નોંધાયેલ ગુના મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર આજરોજ જામનગર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે.આ જપ્તીની કાર્યવાહી દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News