જૂનાગઢ : ગિરનારના સાધુ સંતો અને શ્રધાળુઓ દ્વારા દૂધધારા પરિક્રમા શરૂ, જાણો તેની પાછળનો ઇતિહાસ

ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે જયારે વરસાદની ખેંચ થાય છે

Update: 2022-06-24 12:01 GMT

ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે જયારે વરસાદની ખેંચ થાય છે ત્યારે ગિરનારના સાધુ સંતો અને શ્રધાળુઓ દ્વારા દૂધધારા પરિક્રમા આવે છે, ત્યારે આ વર્ષે સારા અને સમયસર વરસાદ માટે ગિરનારમાં દૂધધારા પરિક્રમા શરુ કરવામાં આવી છે જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા.

અતિ પવિત્ર ગણાતા આ ગિરનાર પર્વત વિષે કહેવાય છે કે અહીં સ્વયમ ગુરુ દત્તાત્રય, માતા અંબા, બાવન વીર, ચોસઠ જોગણી અને ચોર્યાસી સિદ્ધ ની પાવન ભૂમિ છે. અને આ દેવ ભૂમિ ઉપર દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે વરસાદની ખેંચ થાય છે ત્યારે ગિરનારના સાધુ સંતો અને શ્રધાળુઓ દ્વારા દૂધધારા પરિક્રમા આવે છે, ત્યારે આજથી સિત્તેર વર્ષ પહેલા જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો તે સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાઠોડ અને માલધારી સમાજના કરમણ ભગત અને અન્ય લોકોએ ગીરનારના જંગલમાં દૂધધારા પરિક્રમા કરવામાં આવી હતી. જેમાં પરિક્રમા રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો ત્યારથી જ આ શ્રદ્ધા ચાલી આવે છે અને દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા કરવા લોકો ઉમટી પડે છે તે આજે વહેલી સવારે દૂધધારા પરિક્રમા કરવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.જૂનાગઢ : ગિરનારના સાધુ સંતો અને શ્રધાળુઓ દ્વારા દૂધધારા પરિક્રમા શરૂ, જાણો તેની પાછળનો ઇતિહાસ

આ દૂધધારા પરિક્રમામાં માટે આશરે ૧૦૦ લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમાં ભવનાથ સ્થિત ઇટવા ગેટથી શરૂ થયેલ આ ગિરનારની પરિક્રમા જીણાબાવાની મઢી માળવેલા સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિર એ પરિક્રમા પૂર્ણ થતી હોય છે. આ રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવી રહી છે, જેમાં માલધારી સમાજના લોકો અને અન્ય લોકો પરિક્રમા કરવા જંગલ તરફ રવાના થયા છે.આ ગિરનાર પર્વતની ખીણમાં આવેલા ઘાઢ જંગલમાં 36 કિલોમીટર પરિક્રમા કરવામાં આવે છે, ગિરનાર સેન્ચુરીના આ પ્રતિબંધિત જંગલમાં સિંહ દીપડા અને અન્ય દુર્લભ પ્રજાતિના જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ દ્વારા યાત્રાળુઓની અને વન્ય પ્રાણીઓની અને પર્યાવરણની સંપૂર્ણ સુરક્ષા માટે વન વિભાગ દ્વારા રૂટની પરિક્રમા માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપીને જંગલ વિસ્તારમાં તમામ સ્થળ પર વનવિભાગનો સ્ટાફ તૈનાત કરી દેવાયો છે. 

Tags:    

Similar News