ખેડા : કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાય...

Update: 2023-01-06 14:40 GMT

ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાન-૨૦૨૩ની સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જેમાં કલેકટરએ તમામ અધિકારીઓને જણાવ્યું કે, કરૂણા અભિયાન એ ગુજરાત સરકારનુ ખુબ જ સંવેદનશીલ અભિયાન છે.

રાજ્ય સરકાર પક્ષીઓની પણ ખુબ જ દરકાર લઇ રહી છે. સંકલન બેઠકમાં બેઠેલા તમામ અધિકારીઓને કલેકટરશ્રી એ વિનંતી કરી કે ખેડા જિલ્લામાં કોઈ પણ પક્ષીનું મૃત્યુ ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી સૌ અધિકારીઓની છે. સાથોસાથ કલેકટરએ એન.જી.ઓના સ્વંયસેવકોથી વાત કરી તેમને માર્ગદર્શન આપ્યું. કલેક્ટરએ લોકોમાં કરુણા અભિયાનની જાગૃતિ માટે ગ્રામસભ,સ્કૂલ,કોલેજો, અને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું. જેથી લોકોમાં કરૂણા અભિયાન અંગે જાગૃતિ આવે અને લોકો વધુ સભાન બને. વધુમાં કલેક્ટરએ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરી કે, ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલને ન ખરીદે. પોલીસ પ્રસાશનને પણ સૂચના આપી કે, જો કોઈ વ્યાપારી આ ચાઈનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલનો વ્યાપાર કરતો હશે તેના પર સખ્ત પગલાં લેવામાં આવશે. ખેડા જિલ્લામાં માતર તાલુકામાં વિદેશી પક્ષીઓ પ્રવાસ માટે આવતા હોય છે, તેમાં પણ ખેડા જિલ્લામાં ૬૦% કે તેથી વધુ પ્રમાણમાં સારસ પક્ષી જે ફક્ત ખેડા જિલ્લામાં જોવા મળે છે. તેથી સારસ અને અન્ય વિદેશી પક્ષીઓને કોઈ નુકશાન ન થાય તે માટે એક ટીમ મુકવા કલેક્ટર એ ફોરેસ્ટના અધિકારીઓને જણાવ્યું. કરૂણા અભિયાન-૨૦૨૩ ખેડા જિલ્લામાં તા ૧૦/૦૧/૨૦૨૩થી તા.૨૦/૦૧/૨૦૨૩ સુધી ચાલુ રહેશે. એના પછી પણ જિલ્લામાં દોરીના ગુચ્છાથી કોઈ નાગરિક કે પક્ષીઓને ઇજા ન થાય તે માટે નગરપાલિકાના અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા હતા.

Tags:    

Similar News