કચ્છ : વાગડના રણમાં મહિલા પોલીસકર્મી વૃદ્ધાને ખભે બેચાડી 5 કિમી ચાલી, ખાખીની ખુમારીએ સૌના દિલ જીત્યા...

કચ્છ જિલ્લાના રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ પ્રસરાવેલી માનવતાની મહેકનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે

Update: 2022-04-22 09:57 GMT

કચ્છ જિલ્લાના રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ પ્રસરાવેલી માનવતાની મહેકનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાગડના રણમાં બેહોશ થયેલ વૃદ્ધાને મહિલા પોલીસકર્મી પોતાના ખભે બેસાડી 5 કિલોમીટર સુધી ચાલીને સ્થળ પર પહોચાડે છે.

કચ્છ જિલ્લાના રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીની માનવતાભરી કામગીરીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાગડના વેરાન રણમાં ભર તાપે એક વૃદ્ધ મહિલા બેહોશ થઈ ગઈ હતી, ત્યારે વૃદ્ધા બેહોશ હોવાની જાણ થતા જ રાપર પોલીસ મથકની મહિલા પોલીસ કર્મચારી 5 કિલોમીટર ચાલીને સ્થળ પર પહોચે છે, જ્યાં બેહોશ વૃદ્ધાને પાણી પીવડાવ્યા બાદ પોતાના ખભે બેસાડીને લઈ જાય છે. વિડિયોમાં આપ જોઈ શકો છો કે, એક વૃદ્ધ મહિલાને એક મહિલા પોલીસકર્મી કેવી રીતે ખભે બેસાડીને લઈ જાય છે. જોકે, તાજેતરમાં યોજાયેલી મોરારી બાપુની કથા બાદ પરત ફરતી વેળા વૃદ્ધા બેહોશ થતાં સર્જાયેલી આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, ત્યારે રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીની માનવતાભરી કામગીરીને સૌકોઈએ બિરદાવી હતી.

Tags:    

Similar News