કચ્છ: ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી,જુઓ શું છે વિશેષતા

2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે.કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે

Update: 2023-05-27 07:42 GMT

કચ્છમાં સૌપ્રથમ વાર કાળી તળાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે.

2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે.કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે પરંતુ આ વખતે કચ્છના ખેડૂત દ્વારા સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં સૌપ્રથમ કાળી તળાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે.કચ્છમાં સફેદ જાંબુનું સફળ ઉત્પાદન સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળતા હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે, જે માંડવી અને મુંદરા તાલુકાના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે.દેશ વિદેશમાં થતાં વિવિધ ફળ, શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવીને સફળ પ્રયોગ કરી રહ્યા છે.ત્યારે ભુજ તાલુકાના કાળી તલાવડીના ખેડૂત શંકર બરાડિયાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની ખેતી કરી છે. ખેડૂતપુત્ર શંકર બરાડિયાએ પોતાની વાડીમાં ચાર વર્ષ અગાઉ સફેદ જાંબુનું ઝાડ વાવ્યું. જેમાં હવે પાક આવી ગયો છે. સફેદ જાંબુના ઝાડમાં બેથી ત્રણ વરસમાં જાંબુ આવી ગયા છે. વ્હાઈટ વોટર એપલ ફળ ચોમાસામાં વધારે થાય છે. સફેદ જાંબુ કાળા જાંબુ કરતાં વહેલો પાક આવી જાય છે તેવું ખેડૂતે જણાવ્યું હતું.

Tags:    

Similar News