કચ્છ : 100 વર્ષ જૂના બોરડીના ઝાડ પર હજારો ચકલીઓનો વસવાટ, જુઓ અનોખા દ્રશ્યો.

કચ્છ જિલ્લાના ભુજ શહેરના આશરે 100 વર્ષથી પણ વધુ જૂના બોરડીનું ઝાડ પર 10થી 15 હજાર જેટલી ચકલીઓ વસવાટ કરે છે

Update: 2021-12-09 07:07 GMT

કચ્છ જિલ્લાના ભુજ શહેરના આશરે 100 વર્ષથી પણ વધુ જૂના બોરડીનું ઝાડ પર 10થી 15 હજાર જેટલી ચકલીઓ વસવાટ કરે છે, ત્યારે અહી દિવસભર ચકલીઓનો કલબલાટ અને રાત્રિના સમયે જાણે ઝાડ પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા અનોખા દ્રશ્યો જોવા મળે છે.

ભુજ શહેરના વોકળા ફળિયામાં આવેલ તકેવાલી મસ્જિદ સામે આશરે 100 વર્ષથી પણ વધુ જૂનું બોરડીનું ઝાડ છે. આ બોરડીના ઝાડ પર 10થી 15 હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે હજારોની સંખ્યામાં ચકલીઓ કલબલાટ કરે છે. રાત્રીના સમયમાં તો જાણે ઝાડ પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જોકે, કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નથી કે, જ્યાં આટલી બધી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હોય. અગાઉ ભુજ-અંજાર હાઇવે પર આવેલ શેખપીર દરગાહ પાસે બાવળના ઝાડ પર મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હતી. પરંતુ વોકળા ફળિયાના બોરડીના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ બીજે કોઈ ઝાડ પર જોવા નથી મળતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ ઝાડ પર ચકલીઓ મધુર અવાજથી ખૂબ કલબલાટ કરે છે. ઉપરાંત સવારના સમયે એલાર્મની પણ જરૂર પડતી નથી, અને લોકો ચકલીઓના અવાજથી જ ઊંઘમાંથી ઉઠી જતાં હોવાની વાત કહી સ્થાનિકોએ રમૂજ કરી હતી.

Tags:    

Similar News