રાજકોટમાં નરેશ પટેલનું લોબિંગ સફળ, તો જસદણમાં બાવળિયાએ બાજી મારી...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

Update: 2022-11-10 07:23 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો આ તરફ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકને લઈ ભારે ખેંચતાણ વચ્ચે હવે ટિકિટ જાહેર થઈ ચૂકી છે. જેમાં રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. જે બાદમાં હવે રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે. આ સાથે પૂર્વમાં ઉદય કાનગડ, વિજય રૂપાણીની સીટ પશ્ચિમમાં ડો. દર્શીતા શાહ અને ગ્રામ્યમાં ભાનુ બાબરીયાની ટિકિટ આપવામાં આવી છે. જિલ્લાની જસદણ સીટ પર બાવળિયા-બોઘરાની વર્ચસ્વની લડાઇ ખૂબ જાણીતી અને ચર્ચામાં રહેલી છે. તેવામાં અગાઉ ચર્ચા હતી કે, બાવળિયા-બોઘરાની ખેંચતાણને ઢીલી કરવા ભાજપ નવી સ્ટ્રેટેજી અપનાવી બંને નેતાઓને સાચવી લેવા વચ્ચેનો રસ્તો અપનાવી શકે છે. જોકે, હવે ભાજપે તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી કુંવરજી બાવળિયાને જસદણથી જ ટિકિટ આપી છે.

Tags:    

Similar News