નર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે

ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી

Update: 2022-04-28 11:50 GMT

ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી ત્યારે આજરોજ ગઠબંધનનું મહાસંમેલન ક્યાં યોજાશે તે અંગે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત સ્થાપના દિવસે 1 મેંના રોજ આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે1 મેના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાવાનું હતું પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ બદલવામાં આવ્યું છે.આ મહા સંમેલન હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે BTPના મુખ્ય કાર્યાલય વ્હાઇટ હાઉસ ખાતે રાખવાની જાહેરાત BTP પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ કરી છે.ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વચ્ચે કોંગ્રેસ ભાજપ સહિત મતદાર ની પણ નજર જે મહાગઠબંધન પર છે એ છે AAP અને BTPનું ગઠબંધન. ત્યારે આ ગઠબંધની વિધિવત જાહેરાત બંને પાર્ટી ગુજરાત સ્થાપના દિવસે કરવાની છે. ત્યારે કેઝરીવાલ પહેલી વાર ચંદેરીયા આવશે અને હજારો કાર્યકરોની જનમેદની વચ્ચે જાહેરાત કરવામાં આવશે.

Tags:    

Similar News