નવસારી: સાદકપોર ગ્રામપંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત,રાજકારણમાં ગરમાવો

ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવે છે. એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને સભ્યોએ સરપંચ વિરુદ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.

Update: 2023-01-28 13:40 GMT

નવસારીના ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત 7 જેટલા સભ્યો દ્વારા ટીડીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું છે. નવસારીના ચીખલી તાલુકાના મોટા ગામો પૈકીના સાદકપોર ગામના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ઉપરાંત સુભાષભાઈ વર્મા સહિતના 7 જેટલા વોર્ડ સભ્યો દ્વારા સરપંચ દશરથભાઈ પટેલ સામે તલાટી ઉપરાંત ટીડીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Full View

જેમાં ગ્રામ પંચાયતના નાના-મોટા કામોમાં સભ્યોને વિશ્વાસમાં લઈ કરવામાં આવતા નથી.સાથે જ વોર્ડ સભ્યોના વિસ્તારના લોકોના જનહિતના કામો થતા નથી.ચૂંટાયેલા સભ્યો સાથે અપશબ્દ બોલીને ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવે છે. એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને સભ્યોએ સરપંચ વિરુદ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.

ગામમાં ડામરરોડ,પેવર બ્લોકના કામોના આયોજન અધિકારી દ્વારા મંજુર કરવામાં આવેલા કામો તેના ધારાધોરણ મુજબ થતા નથી. તદન હલકી ગુણવત્તા કામને મંજૂરી આપી પેમેન્ટ આપવામાં આવે છે.પંચાયતના કામોમાં જે ટેન્ડર પ્રક્રિયા હોવી જોઈએ તે પંચાયતના ધારાધોરણ મુજબ જાહેરાત કરવામાં આવતી નથી સહિતના કારણો જણાવી સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વીપણે પંચાયતનો કારભાર કરતા હોવાનું જણાવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સમગ્ર બાબતને લઈને હાલના સાધક પોરના સરપંચ દશરથભાઈ પટેલ ને આ અંગે જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે સમગ્ર મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને સરપંચનું કહેવું છે ગામમાં તળાવ અને અમુક પીવાદોને લઈને ગામના સભ્યો મારો વિરોધ કરી રહ્યા છે તેમના દ્વારા હંમેશા ગામનું હિત વિચારવામાં આવ્યું છે પરંતુ જે અવિશ્વાસની દરખાસ્ત એમના ઉપર કરવામાં આવી છે જેને લઈને હવે ગામના લોકો સામાન્ય સભામાં જે નિર્ણય લેશે તે એમને માન્ય રહેશે

Tags:    

Similar News