ગુજરાતનું એક એવુ ગામ કે, જ્યાં કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે મળી રહ્યું છે પીવાનું શુદ્ધ-ઠંડુ પાણી..!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું એક એવુ ગામ કે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે આપી રહ્યુ છે

Update: 2023-05-18 11:08 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું એક એવુ ગામ કે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે આપી રહ્યુ છે પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી, ત્યારે સમગ્ર ગામ સહિત આસપાસના લોકો પણ અહી વિનામુલ્યે મળતું પીવાનું પાણી ભરીને લઈ જાય છે.

હાલના સમયમાં તો તમે બહારથી પીવાનું શુદ્ધ પાણી મંગાવો તો 20 લીટરના 10થી 20 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, અને એમાય ઠંડુ પાણી મંગાવો તો તેનો ભાવ અલગ હોય છે. પરંતુ અમે આજે તમને બતાવીશુ એક એવું ગામ કે, જ્યાં લોકોને ઠંડુ અને શુદ્ધ પાણી વિનામુલ્યે આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ કંપા ગામ કે, જ્યાં ગામ લોકો માટે પંચાયતે એવી વ્યવસ્થા કરી છે કે, તમામ લોકોને અહી ઠંડુ અને શુદ્ધ પાણી મફત મળે છે. પરંતુ લોકોને માત્ર એક જ નિયમનું પાલન કરવુ પડે છે કે, પાણીનો બગાડ કરવો નહીં.

જોકે, તખતગઢ કંપા ગામમાં પહેલા બાજુના ગામમાંથી શુદ્ધ પાણી આવતું હતું. જેમાં એક બોટલનો ભાવ 20 રૂપિયા હતો. એટલે કે, મહિનાના 600 રૂપિયા ખર્ચ થતો હતો. કોઈ વ્યક્તિ એક બેટલ મંગાવે, તો કોઈ 2. પરંતુ હવે આ ગામમાં બહારથી બોટલ મંગાવી પડતી નથી. પંચાયત દ્વારા તમામને મફત ઠંડુ શુદ્ધ પાણી અપાય છે. ગામ લોકો તો ઠીક પણ આસપાસના ગ્રામજનો પણ અહી પોતાના વાહનમાં આવીને પાણી ભરી જાય છે. આમ તો પહેલા 7થી 8 હજાર લીટર પાણીનો વપરાશ થતો હતો. પરંતુ હાલ 10થી 12 હજાર લીટર પાણી ગ્રામજનો સહિત આસપાસના લોકો લઈ જાય છે.

Tags:    

Similar News