બનાસકાંઠા : જન શિક્ષણ કચેરીમાં અધિકારીને કર્મચારીને હેરાન કરવાનું ભારે પડયું, વાંચો શું છે ઘટના

હેરાનગતિ નહિ કરવા બદલ લાંચની માંગણી કરનારા ડીરેકટરને છટકુ ગોઠવી આબાદ ઝડપી લેવાયો

Update: 2022-01-04 12:51 GMT

સાબરકાંઠા જિલ્લાના પાલનપુરની જન શિક્ષણ કચેરીમાં ફરજ બજાવતાં કરાર આધારિત ડીરેકટરને કર્મચારીને હેરાન કરવાનું ભારે પડી ગયું છે. હેરાનગતિ નહિ કરવા બદલ લાંચની માંગણી કરનારા ડીરેકટરને છટકુ ગોઠવી આબાદ ઝડપી લેવાયો છે. પાલનપુરથી મળતી માહિતી પ્રમાણે ફિલ્ડ આસીસ્ટન્ટને નોકરીમાં હેરાન ના કરવા માટે જન શિક્ષણ કચેરી ઢુંઢીયાવાડી ખાતે કરાર આધારિત ડાયરેકટર પદે ફરજ બજાવતા નરોત્તમ મહાદેવ પ્રજાપતિએ રૂપિયા 20 હજારની માંગણી કરી હતી. જોકે અધિકારીની હેરાનગતી અને લાંચની માંગણીથી કંટાળીને ફિલ્ડ આસીસ્ટન્ટે એસીબીનો સંપર્ક કરી લાંચિયા અધિકારીને સબક શીખવાડી દીધો છે.પાટણ એસીબીએ આજે કચેરી ખાતે જ જન શિક્ષણ કચેરી પાલનપુરના કરાર આધારિત ડાયરેકટરને લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો જોકે અધિકારીનો પાવર બતાવી કર્મચારીને હેરાન કરવુ હવે ડાયરેકટરને મોંઘું પડી ગયું છે અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.  

Tags:    

Similar News