વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની તૈયારી શરૂ,પી.એમ.મોદીએ આપ્યું માર્ગદર્શન

Update: 2021-10-19 06:44 GMT

કોરોના મહામારીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન શક્ય બન્યું ન હતું તેથી આ વર્ષે સરકાર દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવશે આ વાયબ્રન્ટ સમિટની તૈયારી પુર જોશમાં કરવામાં આવી રહી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું ભુપેન્દ્ર પટેલે મંગળવારના રોજ ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી જેમાં વાઇબ્રન્ટ સમિટની થીમ,પાર્ટનર કન્ટ્રી,વિવિધ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોનો આખરી ઓપ આપવામાં આપવામાં આવી રહ્યો છે.

કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરાય તેવી શક્યતા જોવા મળી રહી છે.જેમાં દેશના આમંત્રિત રોકાણકારો હાજર ન રહી શકે તો વિડિયો કોન્ફરન્સથી જોડાઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.દર વર્ષે તો વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ આપવા વિવિધ અધિકાર રૂબરૂ જાય છે ત્યારે આ વખતે કોરોના મહામારીને કારણે અનેક દેશોના રોકાણકારોને રૂબરૂ આમંત્રણ મોકલાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે.આ વાયબ્રન્ટ સમિટ સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રે નવી પોલીસી જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. 

Tags:    

Similar News