સાબરકાંઠા જિલ્લામાં વરસાદી જમાવટ, નેશનલ હાઈવે પર પાણી ભરાતા કાર ફસાઈ…

ઉતર ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘાની તોફાની ઈનિંગ થઈ રહી છે.

Update: 2022-08-24 05:59 GMT

ઉતર ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘાની તોફાની ઈનિંગ થઈ રહી છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા એક કાર ગટરમાં ફસાઈ ગઈ હતી. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે વધુ એક કારનું ટાયર ગટરમાં ફસાઈ જતાં ક્રેન મારફતે કાર બહાર કાઢવી પડી હતી. મહત્વનું છે કે, મોતીપુરા સર્કલ નજીક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી. જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાથમતી જળાશયની જળસપાટી વધી સાબરકાંઠાના હિંમતનગરમાં પસાર થતી હાથમતી નદી બેકાંઠે વહી રહી છે. હાથમતી નદીમાં પૂર આવતા મહેતાપુરા અને ભોલેશ્વર ડીપ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. રોડની બંને બાજુ બેરીકેટ લગાવી રોડ બંધ કરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.

Tags:    

Similar News