રાજ્યમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ વરસાદ

આગામી 3 દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે.

Update: 2022-07-13 06:20 GMT

આગામી 3 દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. આ વચ્ચે ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, ગુજરાતમાં 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે. જે 8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાતના ડેમ અને જળાશયો પણ છલકાયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ માં 48 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યના જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.

Tags:    

Similar News