સાબરકાંઠા : હિંમતનગરમાં શાકભાજીના ભાવમાં અ'સમાનતા, મુખ્ય શાકમાર્કેટમાં સૌથી ઊંચા ભાવ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ 3 અલગ અલગ વિસ્તારોમાં શાકભાજીના ભાવની સરખામણી કરવામાં આવી હતી.

Update: 2022-04-18 10:05 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ 3 અલગ અલગ વિસ્તારોમાં શાકભાજીના ભાવની સરખામણી કરવામાં આવી હતી. આ ત્રણેય વિસ્તારમાં શાકભાજીના ભાવમાં અસમાનતા જોવા મળી હતી. નોંધનીય છે કે, શાકભાજીનું છૂટક વેચાણ કરતા તમામ વેપારીઓ જથ્થાબંધ માર્કેટમાંથી શાકભાજીની ખરીદી કરે છે.

જોકે, શહેરના મુખ્ય શાક માર્કેટમાં શાકભાજીના સૌથી ઊંચા ભાવ જોવા મળ્યા હતા. હાલમાં મોંઘવારી તમામ ચીજવસ્તુઓમાં લોકોને દઝાડી રહી છે, ત્યારે છેલ્લા આઠેક માસથી શાકભાજીના ભાવ પણ આસમાને રહ્યા છે. શિયાળામાં પણ શાકભાજીના ભાવ સરેરાશ ઊંચા રહ્યા હતા. જોકે, શહેરના મુખ્ય શાકમાર્કેટ, ઓવર બ્રિજ શાક માર્કેટ અને મહેતાપુરા શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. અન્ય માર્કેટોમાં ભાવમાં સરેરાશ 10થી 20 ટકાનો તફાવત જોવા મળે છે. જોકે, હવે શાકભાજીના ભાવ વધારા અંગે શહેરીજનોએ ચોકસાઈ રાખવાની જરૂરિયાત વર્તાય રહી છે.

Tags:    

Similar News