સાબરકાંઠા: સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાય

ગાંભોઇ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલી ગ્રોમોર કેમ્પસ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાયો હતી.

Update: 2023-03-02 08:45 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલી ગ્રોમોર કેમ્પસ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાયો હતી. જેમાં વિધાર્થીનીઓ ૧૦ દિવસ સુધી તાલીમ આપવામાં આવે છે.

Full View

રાજ્યભરમાં મહિલા અને દીકરીઓ પર અલગ અલગ ઘટનાઓ સામે આવે છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા મહિલા સહિત દીકરીઓ પોતાનો કઈ રીતે બચાવ કરી શકશે તે માટે સેલ ડિફેન્સ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. સુરક્ષા સેતુ સોસાયટી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર ગ્રોમોર કોલેજ ખાતે વિધાર્થીઓને ૧૦ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરમાં અલગ અલગ રીતે પોતાનો બચાવ માટે ટ્રેનિંગ આપવામાં આવ્યો હતો. જોકે આ ટ્રેનિંગમાં સાથે જનરલ નોલેજ, અને ટ્રીપ્સ આપવામાં આવી હતી. હાલમાં દીકરીઓ પર એટેક, છેડતી અને અનિચ્છનીય ઘટનાઓ બને છે. તેને કઈ રીતે રક્ષણ મેળવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.

Tags:    

Similar News