દાહોદની રામપુરા શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થિનીનું મોત, આચાર્યને કરાયા સસ્પેન્ડ

દાહોદની રામપુરા પ્રાથમિક શાળાનો ગેટ તૂટતા 8 વર્ષીય વિધાર્થીનીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

Update: 2022-12-26 13:52 GMT

દાહોદની રામપુરા પ્રાથમિક શાળાનો ગેટ તૂટતા 8 વર્ષીય વિધાર્થીનીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદમાં રામપુરા પ્રાથમિક શાળાનો મુખ્ય દરવાજો તૂટી પડતાં આઠ વર્ષની શાળાની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે આ ઘટના બાદ રામપુરા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના જણાવ્યા અનુસાર, 20 ડિસેમ્બરના રોજ રામપુરા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અસ્મિતા મોહનિયા શાળાના પરિસર પાસે રાહ જોઈ રહી હતી.

તે જ સમયે શાળાનો મુખ્ય ગેટ તેના પર પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. તેની ગંભીર હાલતને જોતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં રવિવારે તેનું મોત નીપજ્યું હતું.અધિકારીએ 21 ડિસેમ્બરના રોજ અન્ય અધિકારીઓ સાથે રામપુરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને મુખ્ય શિક્ષક સાવિત્રી રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News